Posts

તોરણવેરા પ્રાથમિક શાળાના ધ્રુવ અને વંશ ખેલ મહાકુંભમાં ઝળક્યા.

Image
  તોરણવેરા પ્રાથમિક શાળાના ધ્રુવ અને વંશ ખેલ મહાકુંભમાં ઝળક્યા. ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ  ધ્રુવ અનિલભાઈ ગરાસિયા  અને  વંશ   વિમલભાઈ ભોયા એ ખેલ મહાકુંભ–૨૦૨૫ની તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્ય સરકારના રમતગમત પ્રોત્સાહન કાર્યક્રમ હેઠળ દર વર્ષે યોજાતી આ સ્પર્ધા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે પ્રતિભા દર્શાવવાનો અનમોલ અવસર પુરો પાડે છે. ગત ૯  નવેમ્બર ના રોજ  ચીમનપાડા  ખાતે યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં ધોરણ–૮ના ધ્રુવ ગરાસિયાએ  લાંબી કૂદમાં પ્રથમ ક્રમ  મેળવ્યો હતો, જ્યારે વંશ ભોયા ધોરણ - ૨ એ  ૩૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન  હાંસલ કર્યું હતું. બંને વિદ્યાર્થીઓએ અવિરત મહેનત, યોગ્ય તાલીમ અને આત્મવિશ્વાસના બળ પર શાળાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. શાળાના મુખ્ય શિક્ષકશ્રી તથા શિક્ષકમંડળ સાથે સાથે તોરણવેરા ગામના સરપંચશ્રીએ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને આગામી  જિલ્લા કક્ષાની સ્પર્ધા  માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ધ્રુવ અને વંશની આ સ...

જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત

Image
  ‘જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત ખેરગામ ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર તરફ પ્રસ્થાન કરનાર  જનજાતિય ગૌરવરથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે  કેબિનેટ મંત્રી નરેશ પટેલ ,  મંત્રી ડો. જયરામ ગામીત ,  સાંસદ ધવલ પટેલ ,  ડાંગ ધારાસભ્ય વિજય પટેલ , અને  ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ  સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌએ “જય આદિવાસી”, “જય જોહાર”, “જય બિરસા મુંડા”ના જયઘોષ સાથે ગૌરવમય વાતાવરણ સર્જ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને ગૌરવરથને આગળ પ્રસ્થાન કરાવ્યું, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનો પણ યાત્રામાં જોડાતા ખેરગામમાં ગૌરવયાત્રાએ ઉત્સવી સ્વરૂપ ધારણ કર્યું.

બહેજ શાળાના રમતવીરોનું જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવમાં સન્માન.

Image
 બહેજ શાળાના રમતવીરોનું જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવમાં સન્માન. ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના સુરખાઈ ખાતે જ્ઞાન કિરણ ભવનમાં બહેજ પ્રાથમિક શાળાના ત્રણ હોકી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.  ગંગેશ્વરી માહલા, જેનીલ શિવમ અને પિયુષ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં ભાગ લઈ ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું. ત્રણેયને રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ અને જિલ્લા સમાહર્તા સુશ્રી ક્ષિપ્રા અગ્રેના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ખેલાડીઓને બહેજ શાળાના ઉપશિક્ષક અને દોડવીર પ્રવીણભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું.

ખેરગામના કુંભારવાડા આંગણવાડી કેન્દ્રમાં “પોષણ સંગમ જાગૃતિ દિવસ” ઉજવાયો.

Image
  ખેરગામના કુંભારવાડા આંગણવાડી કેન્દ્રમાં “પોષણ સંગમ જાગૃતિ દિવસ” ઉજવાયો. નવસારી જિલ્લાના  ખેરગામ ગામના કુંભારવાડા આંગણવાડી કેન્દ્ર  દ્વારા તા.  ૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ “ પોષણ સંગમ જાગૃતિ દિવસ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  ગ્રામ પંચાયતની સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ ની ઉપસ્થિતિમાં બાળકો, માતાઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને  પૌષ્ટિક આહાર, આરોગ્યપ્રદ જીવનશૈલી અને કુપોષણથી બચવા માટેના ઉપાયો  વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો ગુજરાત સરકારના **‘પોષણ અભિયાન’ (પોષણ માસ)**ના ભાગરૂપે યોજાય છે, જેનો મુખ્ય હેતુ  કુપોષણ દૂર કરવો અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી  છે. આંગણવાડી કેન્દ્રો દ્વારા આવા કાર્યક્રમો નિયમિત રીતે આયોજિત થાય છે, જેમાં ખાસ કરીને  સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને નાના બાળકો ને લાભ મળે છે. આ પ્રસંગે બાળકો માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને પૌષ્ટિક ખોરાકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી મંગેશભાઈ પટેલ દ્વારા બાજ જેવું દેખાતું મધીયો પક્ષીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

Image
ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી મંગેશભાઈ પટેલ દ્વારા બાજ જેવું દેખાતું મધીયો પક્ષીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ખેરગામ : રવિવારે ખેરગામના વેણ ફળીયા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે નાના બાળકો રમતા હતા, ત્યારે કોઈની નજર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલી ખાડીના કિનારે એક પક્ષી ઉપર પડી હતી. જે બાઝ જેવું દેખાતું મધીયો પક્ષી ઊડી શકવાની હાલતમાં ન હતું. જેને બાળકોએ ઉંચકી લાવી પંચાયતના પૂર્વ સભ્યશ્રી મંગેશભાઈને ત્યાં લઈ ગયા હતા. ત્યારબાદ તેમણે પક્ષીને પાણી પીવડાવી વન વિભાગના અધિકારીને જાણ કરતા કર્મચારીઓએ પહોંચી પક્ષીને મધ્ય પણ કહેવામાં આવે છે, જે મધ ઝાડ ઉપર બેઠું હોય એને ઉડાડી તે મધ ખાઈ જાય એટલે એનું રેસ્ક્યુ કરી વન વિભાગના કર્મચારીઓ એને લઈ ગયા હતા. માહિતી સ્રોત: જીગ્નેશ પટેલ 

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય!

Image
 નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી: 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલનો ગૌરવપૂર્ણ વિજય! તારીખ: ૫ ઓક્ટોબર, ૨૦૨૫    સ્થળ: કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ, ખડસુપા, તા.જિ. નવસારી શિક્ષણના ક્ષેત્રમાં નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની સંગઠિત શક્તિનું પ્રતિનિધિત્વ કરતી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી આજે ભવ્ય રીતે પૂર્ણ થઈ. આ ઐતિહાસિક ઘટના કોળી સમાજ વાડી, ખડસુપા બોડીંગ ખાતે યોજાઈ, જ્યાં ગણદેવીના અજુવેન્દ્ર પટેલની આગેવાની હેઠળની  'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલ એ અદ્ભુત વિજય મેળવ્યો. આ વિજય માત્ર એક પેનલની જીત નથી, પરંતુ શિક્ષક વર્ગની એકતા અને તેમની પસંદગીની મજબૂત અભિવ્યક્તિ છે. ચૂંટણીની વિગતો: સ્પર્ધા અને વિજયની કથા આ ચૂંટણીમાં સંઘના મહત્વના પદો માટે મતદાન યોજાયું હતું, જેમાં  પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, કોષાધ્યક્ષ અને ખજાનચી ના ઉમેદવારોની ચૂંટણીનો સમાવેશ થતો હતો. બંને પેનલો – 'શિક્ષક પ્રતિષ્ઠા' અને શિક્ષક સમર્પિત – ના ઉમેદવારો અત્યંત સક્ષમ અને અનુભવી હતા. તેમ છતાં, શિક્ષક સમુદાયે તેમની વિઝન અને કાર્યક્ષમતા પર આધારિત પસંદગી કરી, અને 'શિક્ષક પ્રતિષ્ઠા' પેનલના ...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

Image
 નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યકુશળતા ત...