Posts

Showing posts from August, 2024

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
 ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલી...

ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખપદે અરવિંદ પટેલ સહિતના હોદ્દેદારોની વરણી

Image
 ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખપદે અરવિંદ પટેલ સહિતના હોદ્દેદારોની વરણી

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

Image
 વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ; ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ  પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ; *ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી  પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ; *આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ; *આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ; (ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ર...

Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.

Image
 Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ. આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.  આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.  @dgpgujarat   @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/2nq7FrSYTY — SP NAVSARI (@SP_Navsari)  August 23, 2024

નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.

Image
નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી ની ઉજવણીની એક ઝલક dt-24/08/24 Posted by  Jamalpore Primary School  on  Sunday, August 25, 2024

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

Image
Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર ...

વલસાડ વાઘલધરાના વતની,આહવાશાળાનાશિક્ષિકા બીજુબાલા પટેલની‘શ્રેષ્ઠ શિક્ષક’તરીકેપસંદગી પામ્યા

Image
વલસાડ વાઘલધરાના વતની,આહવાશાળાનાશિક્ષિકા બીજુબાલા પટેલની‘શ્રેષ્ઠ શિક્ષક’તરીકેપસંદગી પામ્યા

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

Image
                      નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા  બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો* - નવસારી, તા.22:  PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના...

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ