Posts

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

Image
ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન.

Image
  ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન. ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની આ તમામ...

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
 ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપ...

ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

Image
     ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક  🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથ...

ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું.

Image
ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું. ખેરગામ તાલુકામાં બી.આર.સી. કક્ષાનું  બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26  તા.  19/11/2025 ના રોજ સવારે  10:30 કલાકે  આછવણીના બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્દઘાટન માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી  શ્રી રાજેશભાઈ આર. પટેલ  તથા માનનીય જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખશ્રી  શ્રી પરેશભાઈ બી. દેસાઈ ના વરદહસ્તે કરવામાં આવ્યું. આછવણીના સરપંચશ્રી  શ્રીમતિ વિરલાબેન આર. પટેલ,  ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાનશ્રી ચુનિલાલ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નવસારી શૈક્ષિક સંઘના હોદ્દેદારો તથા  ડો. વાય. કે. પટેલ  (પ્રાચર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી તથા લેકચરર મનીષભાઈ )  વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રદર્શનમાં વિવિધ CRC કેન્દ્રોની કુલ  પાંચ વિજેતાકૃતિઓ  મુખ્ય આકર્ષણ બની: ખેરગામ CRC — વાડ ઉતાર પ્રાથમિક શાળા વિષય:  ટકાઉ ખેતી કૃતિ:  “ચાલોને ટકાઉ ...

વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન.

Image
    વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં  સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન. પ્રેસ દિવસના અવસરે વલસાડ જિલ્લામાં ભવ્ય  સરપંચ સન્માન સમારોહ  યોજાયો હતો. પારડી સ્થિત મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કામગીરી દ્વારા ગામોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કુલ  ૬૧ સરપંચશ્રીઓનું સન્માન  કરવામાં આવ્યું. આ સન્માન રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી  શ્રી કનુભાઈ દેસાઈ ના કરકમલેથી કરાયું હતું. કાર્યક્રમમાં માનનીય મહાનુભાવો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સરપંચમંડળ, ગ્રામજનો અને પ્રેસ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે  ખેરગામ ગામના મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલનું  પણ ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ગામ વિકાસ માટેની દ્રઢ પ્રતિબદ્ધતા, લોકભાગીદારી દ્વારા વિકાસ કાર્યોને ગતિ આપવાનો પ્રયત્ન અને સ્વચ્છતા, આરોગ્ય, પાણી પુરવઠો તેમજ મહિલા સશક્તિકરણ તરફના પ્રયાસોની વિશેષ નોંધ લેવાઈ હતી. શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના આશીર્વચન દરમ્યાન પ્રેસ દિવસના મ...

તોરણવેરા પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત–વિજ્ઞાન પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું.

Image
  તોરણવેરા પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત–વિજ્ઞાન પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું. ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળાના યજમાન પદે પાટી કેન્દ્રના સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 શનિવારે ઉત્સાહભેર યોજાયું હતું. બાળકોમાં સંશોધનક્ષમતા, નવી ટેક્નોલોજી પ્રત્યે રુચિ અને પાંગરતી પ્રતિભાને વિશાળ મંચ મળે તે હેતુથી શિક્ષણ વિભાગ દર વર્ષે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણીય વિષયક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજે છે. તે અનુસંધાને આ વર્ષનું પ્રદર્શન તોરણવેરા પ્રાથમિક શાળામાં સફળતાપૂર્વક યોજાયું. પ્રદર્શન દરમિયાન આધુનિક ટકાઉ ખેતી, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ઇકોફ્રેન્ડલી ટેક્નોલોજી, નવીન ટેક્નોલોજી અને આરોગ્ય–સ્વચ્છતા એમ પાંચ વિષયક વિભાગોમાં વિવિધ સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક કૃતિઓ રજૂ થઈ હતી. બ્લોક કક્ષાએ મોકલવા માટે વિભાગવાર પસંદ થયેલી કૃતિઓ નીચે મુજબ છે: આધુનિક ટકાઉ ખેતી: પ્રા. શાળા કાકડવેરી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: જામનપાડા પ્રા. શાળા ઇકોફ્રેન્ડલી ટેક્નોલોજી: દેશમુખ ફળિયા પ્રા. શાળા નવિન ટેક્નોલોજી: પ્રા. શાળા પાટી આરોગ્ય અને સ્વચ્છતા: પ્રા. શાળા તોરણવેરા પસંદ થયેલ તમામ કૃતિઓને પ્રમાણપ...