ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું.
ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું. ખેરગામ તાલુકામાં બી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 તા. 19/11/2025 ના રોજ સવારે 10:30 કલાકે આછવણીના બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્દઘાટન માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રી રાજેશભાઈ આર. પટેલ તથા માનનીય જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખશ્રી શ્રી પરેશભાઈ બી. દેસાઈ ના વરદહસ્તે કરવામાં આવ્યું. આછવણીના સરપંચશ્રી શ્રીમતિ વિરલાબેન આર. પટેલ, ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાનશ્રી ચુનિલાલ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નવસારી શૈક્ષિક સંઘના હોદ્દેદારો તથા ડો. વાય. કે. પટેલ (પ્રાચર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી તથા લેકચરર મનીષભાઈ ) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રદર્શનમાં વિવિધ CRC કેન્દ્રોની કુલ પાંચ વિજેતાકૃતિઓ મુખ્ય આકર્ષણ બની: ખેરગામ CRC — વાડ ઉતાર પ્રાથમિક શાળા વિષય: ટકાઉ ખેતી કૃતિ: “ચાલોને ટકાઉ ...